ગુજરાત

gujarat

ETV Bharat / videos

કર્ણની ભૂમિ પર પ્રાચીન મંદિરમાં અંબાજી માતા પુષ્પોના ગરુડ પર સવાર - Ambaji Ancient temple in Gujarat

By

Published : Sep 26, 2022, 2:16 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

સુરત પાર્લે પોઇન્ટ વિસ્તાર ખાતે આવેલા પ્રાચીન મંદિરોમાંથી એક અંબાજી (Navratri in Surat) માતાનું મંદિર છે. કહેવાય છે કે, અહીં જે પણ મનોકામના ભક્તો માંગતા હોય છે. તેમની તમામ ઈચ્છાઓ માતાજી પૂર્ણ કરે છે. નવરાત્રીના પર્વ પર અહીં મંદિરને અલગ અલગ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. પ્રથમ દિવસે માતાજી ગરુડ પર સવાર હોય તે રીતે પુષ્પોના માધ્યમથી (Ambaji Mata temple Puja) બનાવવામાં આવ્યા હતા. 15 જેટલા બંગાળી કારીગરો દ્વારા પુષ્પોથી શૃંગાર કરવામાં આવ્યું છે. નવ દિવસ દરમિયાન અહીં અલગ અલગ થીમ પર શૃંગાર કરવામાં આવશે. માત્ર સુરત જ નહીં ગુજરાતની બહારથી પણ ભાવિ ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. નવરાત્રીના પ્રારંભથી જ હજારોની સંખ્યામાં ભક્તો વહેલી સવારથી દર્શનાર્થે મંદિર પ્રાંગણમાં જોવા મળ્યા હતા. Navratri 2022 in Surat, Ambaji Ancient temple in Gujarat
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details