ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાસમાં મગ્ન, શક્તિના પ્રતીકરૂપે તલવાર સાથે ઝૂમ્યા

By

Published : Oct 3, 2022, 12:08 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

ભરૂચ રાજપૂત સમાજ દ્વારા આયોજિત ગરબા (Navratri in Bharuch) મહોત્સવમાં તલવાર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજપૂત હિત વર્ધક મંડળ, ભરૂચ સંચાલિત રાજૂપત (Bharuch Talvar Ras) મહિલા ઉત્સવ સમિતિ આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રીની શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઊજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજપૂત સમાજના યુવાન યુવતીઓ હાથમાં તલવાર (Navratri 2022 in Bharuch) સાથે ગરબે ઘૂમી તલવાર રાસ કરી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા હતા. ઉલ્લેખનીય છે કે બે વર્ષથી કોરોના કાળના દરમિયાન દરેક તહેવારોનો રંગ ફીકો પડી કે જવા પામ્યો હતો, જ્યારે વર્તમાન સમયમાં કોરોનાના પ્રભાવ નહિવત પ્રમાણે થતા ઉત્સવોનો રંગ ફરી એક વખત જામતો નજરે પડી રહ્યો છે. (Talvar Ras Raas Rajput Samaj)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details