ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોલીસ પરિવાર માટે ખાસ ગરબા મહોત્સવનું આયોજન - Police deployment on Navratri in Bharuch

By

Published : Sep 29, 2022, 10:58 AM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

ભરૂચ SP લીના પાટીલ દ્વારા પોલીસ પરિવાર માટે ગરબા (Navratri in Bharuch) મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબા મહોત્સવમાં પોલીસ પરિવારના તમામ સભ્યો પત્રકાર મિત્રો અને ભરૂચના શહેરવાસીઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર નવરાત્રીમાં ગરબા રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભરૂચમાં સૌપ્રથમવાર પોલીસ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. પોલીસ પરિવાર નવરાત્રી મહોત્સવ ખાસ કરીને એટલા માટે ઉજવવામાં આવી રહ્યો છે. કેમકે, પોલીસ નવરાત્રીના બંદોબસ્તમાં હોવાને લઈને પોતાના પરિવારને સમય આપી શકતા નથી. જેને લઇને ભરૂચમાં એક સુંદર પોલીસ પરિવાર (Navratri 2022 in Bharuch) ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતા પોલીસ પરિવારમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દીકરીઓની સલામતી માટે આ ગરબા મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આરતી કર્યા બાદ ભરૂચના SP અને ભરૂચ કલેકટરના પરિવારના લોકો નવલી નવરાત્રીના ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. (Bharuch police family Garba festival)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details