ગુજરાત

gujarat

મહેર સમાજની દીકરીઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ માણી ગરબાની રમઝટ

ETV Bharat / videos

Navratri 2023: જૂનાગઢના મહેર સમાજની દીકરીઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ માણી ગરબાની રમઝટ - મા અંબાની આરાધના

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 6:06 PM IST

જૂનાગઢઃ જિલ્લામાં વસતા મહેર સમાજે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના ગરબામાં મહેર સમાજની દીકરીઓએ રંગ રાખ્યો હતો. આ સમાજની દીકરીઓએ પરંપરાગત વેશભૂષા અને અલંકારો ધારણ કરીને ગરબા કર્યા હતા. મહેર સમાજની આ વર્ષો જૂની પરંપરા છે જેમાં દીકરીઓ સમાજની પરંપરાગત વેશભૂષા ધારણ કરે છે અને ગરબે ઘુમે છે. વેશભૂષા ઉપરાંત મહેર સમાજની દીકરીઓએ આંખો પહોળી થઈ જાય તેવા ઘરેણાં પણ પહેર્યા હતા. આ દીકરીઓએ જે રીતે ભક્તિમાં ઓતપ્રોત થઈને ગરબા કર્યા તે જોતા લાગે છે કે મહેર સમાજની આ પરંપરાને આ દીકરીઓ ચોક્કસ આગળ ધપાવશે. મહેર સમાજની નાની ઉંમરની બાળકીઓએ પણ ખૂબ જ ઉત્સાહથી આ રાસ ગરબામાં ભાગ લીધો હતો.  

  1. Navratri 2023: આહીર સમાજની મહિલાઓએ પરંપરાગત પોશાકમાં કર્યા ગરબા
  2. Navratri 2023: મહેર સમાજના યુવાનોએ મણિયારા રાસની જમાવી રમઝટ

ABOUT THE AUTHOR

...view details