ગુજરાત

gujarat

Navratri 2023

ETV Bharat / videos

Navratri 2023 : ગાંધીનગર સચિવાલય નવરાત્રીના રંગે રંગાયું, કર્મચારીઓ ગરબે ઘૂમ્યા

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 6:57 PM IST

ગાંધીનગર :રાજ્યમાં નવલી નવરાત્રી ચાલી રહી છે અને આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે. ત્યારે ગુજરાતના ખેલૈયાઓ પર નવરાત્રી રંગ ભરપૂર ચડ્યો છે. જેમ જેમ નવરાત્રી પૂર્ણતાને આરે આવી રહી છે તેમ ખેલૈયાઓ પર વધુને વધુ ગરબાનો રંગ ચડી રહ્યો છે. ત્યારે સચિવાલયમાં પણ આજે નવરાત્રીના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

સચિવાલયમાં ગરબાનું આયોજન : ગાંધીનગરના નવા સચિવાલયના બ્લોક નંબર 5 પાછળ આવેલ ખાલી જગ્યા ઉપર સચિવાલયના કર્મચારીઓ દ્વારા ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, દર વર્ષે કર્મચારીઓ દ્વારા જુના સચિવાલયમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે નવા સચિવાલયમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

  1. Navratri 2023: ગરબા મહોત્સવમાં હર્ષ સંઘવીએ માણી ગરબાની રમઝટ
  2. Navratri 2023: કેન્દ્રીય રાજ્ય પ્રધાન દર્શના જરદોશ ગરબે રમ્યા, ગરબાની બોલાવી રમઝટ

ABOUT THE AUTHOR

...view details