ગુજરાત

gujarat

ETV Bharat / videos

આ નવરાત્રીમાં શીખો પુષ્પા સ્ટાઇલ ગરબા અને પાંચ અલગ સ્ટેપ્સ, જૂઓ વીડિયો - બોલિવૂડ સ્ટેપ્સના ગરબા

By

Published : Sep 22, 2022, 5:14 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

અમદાવાદ: બે વર્ષ બાદ આ વખતે નવરાત્રીનો (Navratri2022) તહેવાર ખેલૈયાઓ ધામધૂમ પૂર્વક ઉજવી શકશે, કારણ કે આ વર્ષે કોરોનાની ગાઈડલાઈનની માથાકૂટ નથી અને પાર્ટી પ્લોટમાં યોજાતી નવરાત્રીને પણ છૂટ આપવામાં આવી છે. એટલે કે, આ વર્ષે નવરાત્રીની મજા ડબલ હશે. તો નવરાત્રીને લઈને દાંડિયા ક્લાસ સંચાલકોએ પણ ખાસ તૈયારી કરી છે. જેમ કે, દર વખતની જેમ વાયરલ ફિલ્મી ગીતો અને તેની સ્ટાઇલ પર અનોખી રીતે ગરબા (Garba of Bollywood steps) શીખવાડવામાં આવી રહ્યા છે. આ વખતે ખેલૈયાઓ પુષ્પા સ્ટાઇલમાં ગરબે (Pushpa style Garba) ઝૂમતા નજરે પડશે, ખાસ કરીને આ વખતે વિવિધ પાર્ટી પ્લોટ્સમાં પુષ્પા ફિલ્મનાં ગીતો સાંભળવા મળશે. આ સિવાય બોમ્બે સ્ટાઇલ, ફ્રી સ્ટાઇલ, ત્રણ તાલિ, હીંચ, સહીતનાં સ્ટેપ્સ (different steps of Garba) યુવાનો શીખી રહ્યા છે, જેના પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details