ડાકોર રણછોડરાય મંદિમાં નાવ મનોરથ ઉજવાયો - ડાકોર રણછોડરાય
રણછોડરાયજી મંદિરમાં વિવિધ તહેવારોની ધામધૂમપૂર્વક(Dakor Ranchodrayji Temple)ઉજવણી કરવામાં આવે છે. મંદિરમાં પ્રતિ વર્ષ જેઠ સુદ પાંચમ અને જેઠ સુદ દસમ એમ બે વખત નાવ મનોરથની ઉજવણી કરવામાં આવે છે. સેવકો દ્વારા નાવમાં બિરાજમાન કરાવી ઠંડકનો ભાવ પ્રદાન(Nav Manorath)કરાવાય છે. ગ્રીષ્મ ઋતુમાં ભગવાનને પણ ગરમીનો અહેસાસ દુર કરાવવા સેવકો આ અનોખી રીતે લાલન પાલન કરાવે છે. સાથે મૃદંગ અને તબલાવાદક સુરો સાથે ગોપાલ લાલજીને સુરીલા સંગીતથી નાવમાં સહેલાવવા અતિ કર્ણ પ્રિય સુરોની સંગત સાથે વિચરણ કરાવી ભક્તિ ભાવ ઉત્પન્ન કરાવે છે. ત્યાર બાદ ગોપાલ લાલજીને ચાંદીની ખુરશીમાં બેસાડી જય રણછોડ માખણ ચોરના નારા લગાવી આ મનોરથ પૂર્ણ થાય છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST