Naroda Gam Massacre : નરોડા હત્યાકાંડ મામલે આજે ચુકાદો, નરોડા ગામમાં જનજીવન સામાન્ય
અમદાવાદ: નરોડા હત્યાકાંડ 2002 મામલે આજે 68 લોકો સામે ચુકાદો આવશે. ત્યારે બીજી બાજુ જ્યાં આ ઘટના બની હતી એ નરોડા ગામમાં સ્થિતિ સામાન્ય જોવા મળી હતી. જનજીવન રાબેતા મુજબ જોવા મળ્યું હતું. પોલીસ બંદોબસ્ત પણ નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.
નરોડા ગામમાં જનજીવન સામાન્ય:ગુજરાતમાં રમખાણો બાદ નરોડા ગામ અને નરોડા પાટિયામાં હિંસા સર્જાઈ હતી. જેમાં નરોડા ગામમાં 11 અને નરોડા પાટિયામાં 97 લોકો માર્યા ગયા હતા. જે મામલે આજે ચુકાદો આવનાર છે. ત્યારે આજે નરોડા ગામમાં જનજીવન સામાન્ય જોવા મળ્યું હતું. પોલીસ બંદોબસ્ત પણ એટલો ખાસ જોવા મળ્યો ન હતો.
આ પણ વાંચો:Naroda Village Massacre: નરોડા હત્યાકાંડ મામલે બપોર પછી ચુકાદો, 68 આરોપી સામે ફેંસલો
68 આરોપીઓ સામે ચુકાદો: 28 ફેબ્રુઆરી 2022ના રોજ નરોડા ગામમાં 11 લોકોને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. કેસની તપાસમાં 50થી વધુ લોકોને ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા માયા કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત 86 આરોપીઓમાં સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં 18 આરોપીના મોત થયા હતા. આ મામલે કુલ 68 આરોપીઓ સામે ચુકાદો આવી શકે છે.