Amit Shah Bhopal roadshow: અમિત શાહના રોડ શોમાં મુસ્લિમ મહિલાઓએ ફૂલોની વર્ષા કરી - ભોપાલના કૃષ્ણ પ્રણામી મંદિર
ભોપાલ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ શુક્રવારે ભોપાલમાં હતા. જ્યાં તેણે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે 48મી ઓલ ઈન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસમાં પણ ભાગ લીધો હતો. ગૃહપ્રધાન શાહ સાથે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રા અને વીડી શર્મા પણ (Muslim women showered flowers on Amit Shah )હાજર હતા. આ પછી શાહે ભાજપ કાર્યાલય પહોંચતા રોડ શો(Amit Shah Bhopal roadshow) પણ કર્યો હતો. બીજેપી નેતાઓએ અહીં સ્થાપિત મંચ પરથી શાહનું સ્વાગત કર્યું હતું. રોડ શો દરમિયાન (triple talaq law )મુસ્લિમ મહિલાઓએ પણ અમિત શાહ પર ફૂલોની વર્ષા કરી હતી. મુસ્લિમ મહિલાઓએ ટ્રિપલ તલાકના સરકારના નિર્ણયને અભૂતપૂર્વ ગણાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અમિત શાહનો 2 કિમીનો રોડ શો ભોપાલના કૃષ્ણ પ્રણામી મંદિરથી (Krishna Pranami Temple in Bhopal)શરૂ થયો હતો અને ભાજપ પ્રદેશ કાર્યાલય પર પહોંચીને સમાપ્ત થયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST