Dwarka: મુકેશ અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણી સાથે દ્વારકાધીશના દર્શન કર્યા - mukesh ambani dwaraka
Published : Oct 25, 2023, 7:56 PM IST
દેવભૂમિ દ્વારકા: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે બુધવારે દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા. મુકેશ અંબાણી અને અનંત અંબાણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દ્વારકા દર્શન અર્થે પહોંચ્યા હતા. અંબાણી પિતા-પુત્રની જોડીને મંદિરના સભ્યો દ્વારા પરંપરાગત શાલ અર્પણ કરવામાં આવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને અંનત અંબાણી પણ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી. ત્યાં હાજર સાધુ-સંતોએ તેમને આર્શિવાદ આપ્યા હતા. મુકેશ અંબાણી અને અંનત અંબાણી દર્શન કરીને થોડા સમયમાં જ તેઓ પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મુકેશ અંબાણીએ પવિત્ર બદ્રીનાથ ધામની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી છે. મુકેશ અંબાણીએ કે જેઓ બિઝનેસ જગતમાં તેમની અગ્રણી ભૂમિકા માટે જાણીતા છે.
TAGGED:
mukesh ambani dwaraka