ગુજરાત

gujarat

મુખ્ય ચૂંટણી અધિકારીએ કરાવ્યું ફ્લેગ ઓફ

ETV Bharat / videos

Ahmedabad News: ઈવીએમ ડેમોસ્ટ્રેશન કરશે 40 ચૂંટણી રથ, મુખ્ય ચૂંટણી અધિકારીએ કરાવ્યું ફ્લેગ ઓફ

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 9:14 PM IST

અમદાવાદઃ મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકમાં ઉપલ્બધ સુવિધા અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલઈડી લગાડેલ ચૂંટણી રથ સમગ્ર રાજ્યમાં ફરીને મતદારોમાં જાગૃતિ ફેલાવશે. આ કાર્યક્રમમાં અમદાવાદના અંધજન મંડળ ખાતેથી મુખ્ય ચૂંટણી અધિકારી અને અન્ય મહાનુભાવોએ ચૂંટણી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ચૂંટણી રથમાં ખાસ છે ઈવીએમ ડેમોસ્ટ્રેશન. આ ઉપરાંત દિવ્યાંગ મતદારોને મતદાન મથકમાં કેવી સુવિધા મળે છે તેની પણ માહિતી પહોંચાડાશે. જેમાં મતદાન મથકે શૌચાલય, પીવાનું પાણી, મેડિકલ કિટ, વ્હીલ ચેર સહિતની સુવિધાઓથી માહિતગાર કરવામાં આવશે. આ અભિયાનમાં એલઈડી પર ડિજિટલી માહિતીનો પ્રચાર કરવામાં આવશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક એક ચૂંટણી રથ(વેન) જ્યારે મોટા જિલ્લાઓમાં 2 ચૂંટણી રથ મતદાર જાગૃતિ ફેલાવશે. કુલ 40 ચૂંટણીરથ(વેન) સમગ્ર જિલ્લામાં મતદાન માટે અને દિવ્યાંગ મતદારોમાં જાગૃતિ ફેલાવશે.  

અમદાવાદમાં બ્લાઈન્ડ પીપલ એસોસિયેશનમાં દિવ્યાંગ મતદારોને સુલભ મતદાન અંગે માહિતી મળે તેવો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. હું આ અભિયાન માટે અમેરિકાથી 3 અઠવાડિયા માટે ભારત આવ્યો છું. 2014માં સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત જે કલ્પના કરવામાં આવી હતી તે RPWD કાયદા અંતર્ગત દરેક પોલિંગ બૂથ પર સાકાર થવા જઈ રહી છે. લોકતંત્રના આ પર્વમાં દરેક દિવ્યાંગ ભાગ લે તે ખૂબ જરૂરી છે...પ્રણવ દેસાઈ(ફાઉન્ડર, વોઈસ ઓફ સ્પેશ્યલી એબલ પીપલ ફાઉન્ડેશન)

ગુજરાતના દરેક જિલ્લામાં આ ચૂંટણીરથ(વેન)PWD મતદારોને મતદાન મથકો પર કઈ કઈ સુવિધા મળશે તેની જાણકારી આપશે. ગુજરાતમાં સાડ ત્રણ લાખ દિવ્યાંગ મતદારો છે. જો હજૂ પણ કોઈ દિવ્યાંગ મતદારનું નામ મતદાન યાદીમાં ન હોય તો ફોર્મ નં. 6 ભરીને તે યાદીમાં પોતાનું નામ ઉમેરાવી શકે છે. આ ચૂંટણી રથનો મુખ્ય ઉદ્દેશ્ય છે ઈવીએમ ડેમોસ્ટ્રેશન અને વોટર અવેરનેસ. આખા રાજ્યમાં આવા કુલ 40 ચૂંટણી રથ ફરીને માહિતી પહોંચાડશે...પી.ભારતી(મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત)

ABOUT THE AUTHOR

...view details