મોરબી RTO ને થઈ કરોડોની આવક, ઓનલાઇન એપ્લિકેશનનો આ કેવો જાદૂ - Morbi RTO has earned crores of income
મોરબીમાં એક વર્ષમાં આરટીઓ કરોડોની (Income of crores to Morbi RTO) આવક થઇ છે. ઓનલાઇન એપ્લિકેશનની મહત્વની ભૂમિકા(Benefit from online application) સાબિત થઇ છે .મોરબી આરટીઓની (Morbi RTO Office) એક વર્ષની આવક અંગે વિગત વાત કરતા ARTO અધિકારી રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 2021માં 28,232 જેટલા વાહનોનું વેચાણ થયું હતું જ્યારે વર્ષ 2022ની અંદર 16.64 ટકાના વધારા સાથે 32,929 જેટલા વાહનો રજીસ્ટર થયા છે. એપ્રિલથી ડિસેમ્બર 2021ની આરટીઓની જે ઇન્કમ હતી એ રૂપિયા 60.62 કરોડ જેવી હતી. જ્યારે એપ્રિલથી ડિસેમ્બર 2022ની રૂપિયા 79.65 કરોડ જેટલી છે. તેથી રજીસ્ટ્રેશનની સાથે આવકમાં પણ વધારો થયો છે. ટુ વ્હીલર વાહનોમાં 18600 જેટલા વાહનોનું વેચાણ થયું છે. ફોરવ્હીલમાં જોઈએ તો 8,326 જેટલી ફોરવ્હીલ નું વેચાણ થયું છે. રીક્ષા 1,083 અને જે થ્રી વ્હીલ વુડ્સ કેટેગરીમાં આવે છે. તેમાં 245 અને ટ્રેક્ટરનું વેચાણ જોઈએ. તો 1736 અને જે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ માટે આવે છે. તેના 357 જેટલા વાહનોનું વેચાણ થયેલું છે. તેવું તેમણે જણાવ્યું હતું એપ્રિલથી ડિસેમ્બર 2022 માં 79 કરોડ રૂપિયાની ઇન્કમ થઈ છે. તો તે પૈકીમાંથી રૂપિયા 63.27 કરોડની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી છે. જેમાં ડીલર લેવલે જે પેમેન્ટ કરવામાં આવે છે. પણ ઓનલાઇન જ થઈ જાય છે. આ ઉપરાંત આરટીઓના તમામ ટ્રાન્ઝેક્શન અરજદાર (RTO Transaction Online) પોતે ઓનલાઈન ચુકવી શકે છે. આ ઉપરાંત આરટીઓ દ્વારા જે ઈ મેમો આપવામાં આવે છે. તેનું પણ અરજદાર ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. કોઈએ પણ આરટીઓ સુધી ધક્કા ખાવાની જરૂર રહેતી નથી. તેવું એઆરટીઓ રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST