મોરબી જીલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ પુલ અકસ્માત અંગે આપી માહિતી - Morbi District Collector GT Pandya
મોરબી જીલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ (Morbi District Collector GT Pandya) પુલ અકસ્માત (morbi bridge collapse) અંગે માહિતી આપતા જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન 224 લોકોને રેસ્કયું કરવામાં આવ્યા છે. જેમાથી 17 લોકો સારવાર હેઠળ છે. જેમા 2 લોકો રાજકોટની હોસ્પિટલમાં અને 15 લોકો મોરબીની વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. જયારે 73 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે. માત્ર એક જ વ્યકતિ મિસિંગ છે, જેનું નામ ગુણવંત સિંહ છે. NDRFની 2 ટીમ, SDRFની 2 ટીમ, ARMYની 6 કોલમ, નેવીની ટીમ, 18 બોટ, fire સ્ટાફ અને SRPFની ટીમ lતદઉપરાંત રેન્જ IG રાજકોટ, SP સુરેન્દ્રનગર, SP મોરબી તેમજ SP રાજકોટ પણ સર્ચ ઓપરેશન કામગીરીમા હાજર છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST