મોરબીની ઘટનામાં અનાથ થનાર બાળકોની જવાબદારી હરિધામ સોખડા સંસ્થા નિભાવશે - NDRF Morbi gujarat
મોરબી દુર્ઘટનામાં અનાથ થનાર બાળકોને ઉછેરીને પગભર કરવાની જવાબદારી વડોદરા યોગી ડિવાઈન સોસાયટી, હરિધામ સોખડા નિભાવશે. સોખડાના (Swami Narayan Templ Sokhda) પરમાધ્યક્ષ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજે મોરબીની દુર્ઘટનાને અત્યંત દૂ:ખદાયક ગણાવીને તેમાં દિવંગત આત્માઓને પ્રભુ શાશ્વત શાંતિ (Morbi Bridge collaspe) અર્પે તેવી પ્રાર્થના કરી છે. હરિધામ મંદિરમાં આજે ભગવાન સ્વામિનારાયણની મહાપૂજામાં દિવંગત આત્માઓની શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST