હીરાબાને મોરારીબાપુએ હૃદયનાં ભીના ભાવ સાથે આપી શ્રદ્ધાજંલિ - હીરાબાને શ્રદ્ધાજંલિ આપી
અમદાવાદ: રામ કથાકાર મોરારીબાપુની(Moraribapu paid tribute to Heeraba ) રામકથા અમેરલીના લાઠીમાં ચાલી રહી છે. તેમણે વીડિયો સંદેશ આપીને હીરાબાને શ્રદ્ધાજંલિ આપી છે. "તેમણે કહ્યું કે, હમણાં પૂજ્ય હીરાબાનાં નિર્વાણનાં (pm modi mother passed away )સમાચાર મળ્યાં. આપના જેવા સપૂતને રાષ્ટ્ર અને દુનિયાની સેવા કરવા સમર્પિત માતાની વિદાયથી કોને પીડા ન થાય! પૂ. મા ના નિર્વાણ મારા પ્રણામ! એક સાધુ તરીકે હૃદયનાં ભીના ભાવ સાથે શ્રદ્ધાંજલિ અર્પુ છું. આપને અને પુરા પરિવારને મારી દિલસોજી પાઠવું છું. ધન્ય માતા ! ધન્ય પુત્ર ! ધન્ય પરિવાર !"
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST