ગુજરાત

gujarat

ETV Bharat / videos

રોડની કામગીરી નબળી જણાતાં ધારાસભ્ય બગડ્યા, જવાબદારોને કહ્યું જેલ ભેગા કરી દઈશ - પીપાવાવ અંબાજી Pipavav Ambaji National Highway

By

Published : Dec 19, 2022, 4:45 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

અમરેલી : સાવરકુંડલાના પીપાવાવ અંબાજી નેશનલ હાઈવેના બનતા બાયપાસ રોડનો મામલો ગરમાતા ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા (MLA Mahesh Kaswala visits Bypass Road) ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્ય સ્થળ પર એક્શન મોડમા આવતા કામગીરી સ્થળ તપાસમાં કામ નબળું, ભ્રષ્ટાચાર જણાતા જવાબદાર (Savarkundla Bypass Road Operation) તંત્ર અને વ્યક્તિને કડક શબ્દોમાં એક્શન લેવા જણાવ્યું હતું. મહેશ કસવાલાએ તંત્રના અધિકારીઓ (Pipavav Ambaji National Highway) સાથે ટેલીફોનીક વાત કરી હતી કે, પ્રજાના પૈસાને તમે ભાગબટાઈ કરી આવા નબળા કામ કરો છો, જો કામ બરાબર નહિ થાય તો ખેર નહિ જેવા શબ્દોમાં અધિકારીઓની જાટકની કાઢી હતી. ભ્રષ્ટાચાર ન કરી સારું કામ કરવા એન્જિનિયરને સૂચના આપી હતી. હલ્કી ગુણવત્તાવાળી કામગીરી કરવાના દોષમાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર બન્નેને જેલ ભેગા કરી દેવાની પણ વાત કરી.ઉલ્લેખનીય છે કે, સાવરકુંડલામાં નવનિર્મીત પુલ અન રેલવે ફાટકમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં તેને અડતાની સાથે જ સિમેન્ટ ઉખડી રહ્યો હતો. ત્યારે આ પ્રકારે ધારાસભ્યને ફરીયાદ સામે આવતા સ્થળ પરની મુલાકાત લીધી હતી. (Bypass Road corruption in Savarkundla)
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details