Kutch News: મીઠી પસવારીયા શાળાના શિક્ષકોની વિદાય સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા - emotional scenes during their farewell
ગઈ કાલે ભુજના બન્ની વિસ્તારના મીસરીયાડો ગામના શિક્ષકની વિદાય વખતે આખું ગામ હિબકે ચડ્યું હતું. જેનો વિડિયો વાયરલ થયો હતો.ત્યારે આજે પૂર્વ કચ્છના અંજાર તાલુકાના મીઠી પસવારીયા શાળાના શિક્ષકોની વિદાયનો વિડીયો સામે આવ્યો છે.મીઠા પસવારીયા પ્રાથમિક શાળાના શિક્ષકો ઉર્મિલાબેન બલદાણિયા (આચાર્ય) તથા મહેશભાઈ કાનાણીની તેમના વતનમાં બદલી થઈ છે.શિક્ષકોની વતનમાં બદલી થતાં સમસ્ત ગ્રામજનો દ્વારા યોજાયેલ તેમના વિદાય સમારોહમાં તેમણે મીઠા પસવારીયા ગામને શિક્ષણ ક્ષેત્રે આપેલ બહુમુલ્ય યોગદાનનો ઋણ ચૂકવવાના અર્થે બંને શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ વિદાય સમારોહની વસમી વેળાએ વિદાય લેતા શિક્ષકો અને સમગ્ર ગ્રામજનો વચ્ચે ખૂબ જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.બંને શિક્ષકોના મીઠા પસવારીયા ગામને શિક્ષણ ક્ષેત્રે આપેલ એમનું બહુમુલ્ય યોગદાન સમસ્ત ગ્રામજનો કયારે ભૂલી શકશે નહીં.