વરસાદી સિઝનમાં કુદરતી નજારો માણવા પર્યટકો ઉમટ્યા મીની કાશમીરમાં - માઉન્ટ આબુમાં વરસાદ
બનાસકાંઠા: જિલ્લાને અડીને આવેલા અને રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન(Hill Station in Rajasthan) માઉન્ટ આબુ એ કુદરતી સૌંદર્યના રંગે રંગાયેલું છે. કુદરતે જાણે સોળે કળાએ માઉન્ટ આબુમાં પાથરી દીધી હોય તેમ હાલ નજારો જામ્યો છે. દર વર્ષે ચોમાસાની ઋતુ(Mount Abu in Monsoon) શરૂ થતાની સાથે જ માઉન્ટ આબુમાં સારો એવો વરસાદ(Rain in Mount Abu) થાય છે. જેના કારણે લોકો મીની કાશ્મીર જેવો લ્હાવો લેવા માટે પહોંચતા હોય છે. રાજસ્થાનનું હિલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારો લીલાછમ થઈ ચૂક્યા છે. જેના કારણે નજારો અલૌકિક બન્યો છે. વાદળો જાણે રસ્તા પર મજા માણતા હોય તેવા દ્રશ્યો હાલ માઉન્ટ આબુના રસ્તા ઉપર પણ જોવા મળી રહ્યા છે. હાલમાં વાદળો માણસોને અથડાતાં હોયને સહેલાણીઓ જાણે વાદળો સાથે સંતા કુકડી રમતા હોય તેવાં દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સહેલાણીઓ માટે અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય સ્વર્ગ સમાન છે. અહીં નખી તળાવ, ગાંધી વાટિકા, ટોડ રોક વગેરે સ્થળો આકર્ષક છે. આ ઉપરાંત અહીં આધ્યાત્મિક મહત્વ ધરાવતા સ્થળોમાં દેલવાડાનાં જૈનમંદિરો છે. જેની વાસ્તુકલા અને શિલ્પ ખુબ વિખ્યાત છે. આ સિવાય 14મી સદીમાં વૈષ્ણવાચાર્ય રામાનંદજીએ બનાવેલું રધુનાથજી મંદિર પ્રસિદ્ધ છે. હનુમાનજીની 19 ફૂટ ઉંચી પ્રતિમા પણ આબુ પર્વત પર છે. ઉત્તરે 4200 ફૂટની ઊંચાઈ પર આવેલું અધ્ધરદેવી અર્બુદા દેવીનું પ્રાચીન મંદિર(Temple of Addhar Devi Arbuda Devi) છે. કુંવારી કન્યા અને રસિયા બાલમનું પણ મંદિર છે. આ તમામ સ્થળો હાલ વરસાદી માહોલના કારણે ખીલી ઉઠ્યા છે. ખળખળ વહેતા ઝરણાઓ અને ઝરમરીયો વરસાદ સાથે ધૂમમ્સ ભર્યું વાતાવરણ અને તેમાં પણ સુસવાટા મારતી ઠંડી લહેર આ અનુભવ માત્રને માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પર્યટકોને થઈ રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST