સુરત માલધારી સમાજ 21 સપ્ટેમ્બરે દૂધ વિતરણ નહીં કરે, વેચશે પણ નહીં - સુરત માલધારી સમાજ 21 સપ્ટેમ્બરે દૂધ વિતરણ નહીં કરે
સુરત માલધારી સમાજ 21 સપ્ટેમ્બરે દૂધ વિતરણ નહીં કરે અને વેચશે પણ નહીં. સુરતમાં પણ માલધારી સમાજ દ્વારા 21 સપ્ટેમ્બરે દૂધ વિતરણ બંધ રાખવામાં આવશે. થોડા સમયથી માલધારી સમાજ સરકારની સામે લડી રહ્યાં છે. પોતાનો વિરોધ ઉગ્ર બનાવતાં રાજ્યભરમાં 21 સપ્ટેમ્બરે માલધારી સમાજે ડેરીમાં અને ઘેરઘેર જઇ દૂધ વિતરણ બંધ રાખ્યું છે. માલધારી સમાજ દ્વારા રખડતાં ઢોરોની જગ્યાએ તબેલાઓમાં બાંધેલા ઢોરોને ઉપાડી જવાને લઈને સરકાર સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેને લઇને માલધારી સમાજના ધર્મગુરુ સહિત લઈને અનેક લોકો આ આંદોલનમાં જોડાયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે તબેલાઓ ઉપર તવાઈ બોલાવ્યા બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. આ બાબતને લઈને માલધારી સમાજ દ્વારા સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ મૂકવામાં આવી છે. Milk distribution suspended in Surat , Maldhari Community Strike on 21 September , Maldhari Samaj Protest in Surat
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST