Navratri 2023: જૂનાગઢની પૌરાણિક ગરબીમાં લેવામાં આવે છે સળગતી ઈંઢોણી ગરબો, જૂઓ - Junagadh
Published : Oct 19, 2023, 12:34 PM IST
જૂનાગઢમાં:નવાબી કાળથી આયોજિત થતી આવતી વણઝારી ચોક ગરબી મંડળમાં સળગતી ઈંઢોણીનું ગરબો માંઈ ભક્તોને મંત્રમુગ્ધ કરે છે. નવાબના સમયથી આયોજિત થતા આ ગરબામાં ખૂબ જ ઉત્સાહભેર બાળાઓ ભાગ લઈને એ જગત જનની માં જગદંબાની આરાધના સળગતી ઈંઢોણી સાથે કરે છે. જૂનાગઢમાં નવાબી સમયથી ચાલતી આવતી વણઝારી ચોક ગરબીમાં પાછલા ઘણા વર્ષોથી નવરાત્રીના કોઈ એક નોરતે સળગતી ઈંઢોણી નો ગરબો આયોજિત થાય છે. જેમાં બાળાઓ ભાગ લઈને સળગતી ઈંઢોણી સાથે મા જગદંબાની આરાધના કરતી જોવા મળે છે. જેને જોવા માટે જૂનાગઢ વાસીઓ ખૂબ જ આતુર હોય છે. ગરબાની રજૂઆત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી આપે છે માથે સળગતી ઈંઢોણીમાં મૂકવામાં આવેલો માટીનો ગરબો લઈને બાળાઓ ગરબે ઘૂમતી જોવા મળે છે. અચરજ પમાડે તેવી વાત એ છેકે આટલા વર્ષોથી આ ગરબાનું આયોજન થાય છે. પરંતુ આજે પણ નાની અકસ્માતની ઘટના સામે આવી નથી.