Meri Maati Mera Desh Campaign: ભારત માતાની માનવ આકૃતિ બનાવી વિદ્યાર્થીઓએ હાથમાં માટીથી યુક્ત છોડ રાખી વંદનની ભાવના દર્શાવી - હાથમાં માટીથી યુક્ત છોડ રાખી વંદનની ભાવના દર્શાવી
સુરત:ભારત દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે હાલ ભારત સરકાર દ્વારા 'મેરી માટી મેરા દેશ' કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. મા ભારતી પર પ્રાણ ન્યોછાવર કરનાર વીર અને વિરાંગનાઓને અંજલી આપવા માટે સુરત વેડ રોડ ખાતે સ્ટેટસ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ 'યે ધરતી હૈ બલિદાન કી'આ ભાવના સાથે શાળાના પરિસરમાં ભારત દેશની વિશાળકાય માનવ આકૃતિ બનાવી હતી. એટલું જ નહીં તેઓએ હાથમાં માટીથી યુક્ત છોડ રાખી માટીને નમન વીરોને વંદનની ભાવના સાથે અર્પણ કર્યો હતો અને વૃક્ષારોપણની પ્રતિજ્ઞા લીધી હતી. બાળકો દ્વારા બનાવવામાં આવેલ ભારતમાતાનો નકશો 30 બાય 28 સ્ક્વેર મીટર હતો. એમાં ધોરણ 6 થી લઇ 10 ના કુલ 750 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.