Navratri 2023: મનોદિવ્યાંગ બાળકોએ મા અંબાના બેઠા ગરબા કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ - મનોદિવ્યાંગ બાળકોએ કર્યા ગરબા
Published : Oct 8, 2023, 1:40 PM IST
જૂનાગઢ: 15મી તારીખથી મા જગદંબાના નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢના મનોદિવ્યાંગ બાળકોએ નવરાત્રી પૂર્વે મા જગદંબાના બેઠા ગરબામાં ભાગ લઈને સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા દિવ્યાંગ બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં તેમની આવડત અનુસાર મા જગદંબાના ગરબા કરીને ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકો સમાજ જીવનમાં પુનઃસ્થાપન થાય તે માટેની તાલીમ આપવામાં આવી રહી છે તે અંતર્ગત તમામ ધાર્મિક તહેવારોમાં મનોદિવ્યાંગ બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટેનું આયોજન સતત થતું રહે છે. ત્યારે આજે બેઠા ગરબામાં મનોદિવ્યાંગ બાળકોએ ખેલૈયાની માફક ડ્રેસમાં સુસજ્જ બનીને ગરબા કર્યા હતા. જેને ઉપસ્થિત સૌ કોઈએ વધાવ્યા હતા.
Navratri 2023: નવરાત્રી 2023માં પર્સનલ બોડીગાર્ડની ડિમાન્ડ વધી, એક દિવસના 3000 રૂપિયા સુધીનો ચાર્જ
Navratri 2023: નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ માટે AMTS દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના શરૂ કરાશે