સુરતમાં સ્કૂલ બસમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે યુધ્ધના ધોરણે કરી કામગીરી
સુરતઃ મહાનગર સુરતના પાલ વિસ્તારમાંથી સ્કૂલબસમાં આગ લાગવાની (Massive Fire Accident Surat School bus) ઘટના સામે આવી છે. અડાજણ ફાટક પાસે આ ઘટના બનતા ફાયર વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે, આગ ક્યા કારણોસર લાગી એ અંગે હજું કોઈ સચોટ કારણ સામે આવ્યું નથી. જોકે, સુરત શહેરમાં ઈ બાઈક્સની બેટરીમાં (Continuous fire in e-bike battery in Surat city) સતત આગ અને બ્લાસ્ટની ઘટના બાદ બસ જેવા મોટા વાહનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે, કોઈ પ્રકારની જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST