તાલાળા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર માનસિંહ ડોડીયાએ કોડીનાર ખાતે કર્યું મતદાન - કોંગ્રેસના ઉમેદવાર માનસિંહ ડોડીયા
તાલાલા બેઠક (Talala assembly seat )પરના કોંગ્રેસના ઉમેદવાર માનસિંહ ડોડીયાએ આજે તેના મતાધિકારનો ઉપયોગ કોડીનાર શહેરમાં આવેલી રામનગર પ્રાથમિક શાળા કર્યો હતો. માનસિંહ ડોડીયા તાલાળા બેઠક(Talala assembly seat ) પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. પરંતુ તેઓ કોડીનાર વિધાનસભામાં (Kodinar Assembly) મતદાર તરીકે નોંધાયા હતા. ત્યારે આજે તેઓ પોતે ઉમેદવાર હોવા છતાં તેમના મતવિસ્તારમાં માનસિહ ડોડીયા તેમને મત આપી શક્યા ન હતા. તેમણે કોડીનાર શહેરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીનું આ પર્વ ઉજવ્યો હતો. સાથે તેમણે દાવો કર્યો હતો કે હું ભલે કોડીનાર શહેરનો મતદાર હોવ પરંતુ તાલાળા વિધાનસભા બેઠક (Talala assembly seat ) પર મારી જીત નિશ્ચિત છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST