તાપીમાં દૂધની નદી વહી, માલધારી સમાજે હજારો લિટર દૂધ નદીમાં નાંખ્યું - માલધારી
સુરત રાજ્યભરમાં માલધારી સમાજ પશુ નિયંત્રણ બિલનો (gujarat cattle control bill) વિરોધ કરી રહ્યો છે. ત્યારે હવે રાજકોટ બાદ સુરતમાં માલધારી સમાજ દ્વારા સરકાર સામે અનોખો વિરોધ જોવા મળ્યો હતો. દૂધ બંધના એલાનમાં માલધારીઓએ વહેલી સવારમાં હજારો લીટર દૂધ તાપી મૈયા માં પધરાવી દીધું હતું. ડભોલી જહાંગીર પુરા (Maldhari community protests in Surat) બ્રિજ પર તાપી નદીના પાણીમાં હજારો લીટર દૂધ ભરેલા કેન ઠાવલી નાખ્યા હતા. તો બીજી તરફ શહેરના પાલનપુર પાટીયા વિસ્તારના માલધારીઓએ પણ તાપી મૈયા માં દૂધ પધરાવી અભિષેક કર્યો હતો. (Tapi river milk Anointment)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST