KEMO Steel Fire: બૂઢારમોરા સ્થિત KEMO Steel કંપનીમાં આગ, 3 શ્રમિકના મોત - 10 laborers got burnt
Published : Jan 14, 2024, 10:07 PM IST
|Updated : Jan 15, 2024, 1:09 PM IST
કચ્છ: પૂર્વ કચ્છના અંજારના ભિમાસર પાસે આવેલા બૂઢારમોરા ખાતે આવેલી KEMO Steel કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જે પૈકી 4 ની હાલત અત્યંત નાજુક છે જેમને અમદાવાદ ખાતે ખાનગી હોસ્પીટલમાં રિફર કરવામાં આવ્યા હતાં તેમાંથી 3 શ્રમિકોના મોત થયાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટીલ મેલ્ટીંગ વેળા દુર્ઘટના સર્જાઈ હતી, જેને પગલે કંપનીમાં કામ કરતા શ્રમિકોનાં શરીરમાં અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટના અંગેના વીડિયો સામે આવી રહ્યા છે. તે ખૂબ વિચલિત કરે તેવા છે. સ્થાનિક લોકો આ દુર્ઘટનાને કંપનીની મોટી બેદરકારી ગણાવી રહ્યા છે અને આ કંપનીમાં અગાઉ પણ આવો બનાવ બની ચૂક્યા હોવાનું જણાવી રહ્યા છે. સમગ્ર મામલે દુધઈ પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.