સાબરકાંઠામાં મહુડાની મીઠાઈ બની રોજગારીનું માધ્યમ, આરોગ્યપ્રદ છે આ મહુડાના લાડુ
Published : Dec 4, 2023, 5:07 PM IST
સાબરકાંઠા:છેલ્લા કેટલાક સમયથી આધુનિકતાના નામે હોટલો ફુલ થઈ રહ્યા છે અને ભારતીય ભોજનમાંથી સ્વાસ્થ્યપ્રદ ચીજો ગાયબ થઈ રહી છે. ત્યારે આ સમયે વિસરાઈ ગયેલા પરંપરાગત મહુડાને ભોજનને ફરીથી ભારતીય ભોજનમાં નવી વાનગી સ્વરુપે સામેલ કરવાનું કામ સાબરકાંઠામાં સ્થાનિક કક્ષાએ સખીમંડળે હાથ ધર્યું છે. જેમાં વિવિધ સખીમંડળ દ્વારા મહુડાના લાડુ બનાવવામાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય માટે ગુણકારી અને સ્વાદમાં ટેસ્ટી એવા આ લાડુ આજે સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં સ્થાનિકો હોંશે હોંશે તેની ખરીદી કરી રહ્યા છે. જો કે આ માત્ર એક વાનગી જ બની ન રહેતા રોજગારીનું એક માધ્યમ પણ બન્યા છે. હાલમાં 80 હજારથી વધારે આવક મહુડાના લાડુ થકી થઈ રહી છે જે સમગ્ર વિસ્તાર માટે એક નવો પ્રયાસ છે.
જુઓ ETV ભારતનો એક વિશેષ અહેવાલ...