PM Modi : પીએમ મોદીએ કાલારામ મંદિરની મુલાકાત સમયે મંદિરની સફાઈ કરી હતી - Nashik news
Published : Jan 12, 2024, 7:43 PM IST
નાસિક :પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા કાલારામ મંદિરમાં 'સ્વચ્છતા અભિયાન'માં ભાગ લીધો હતો. PM એ દેશભરના મંદિરોમાં સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે દરેકને અપીલ પણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકોને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે 22 જાન્યુઆરીએ મંદિરો અને તીર્થસ્થળોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવા જણાવ્યું હતું. નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે હું દેશની જનતાને મારી વિનંતીનું પુનરાવર્તન કરી રહ્યો છું. રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહના દિવસે દેશના દરેક મંદિર અને તીર્થસ્થળોમાં સ્વચ્છતા અભિયાન ચલાવો.
અટલ સેતું નું અનાવરણ કરાયું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજે દેશનો સૌથી મોટો દરિયાઈ પુલ અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ દેશને સમર્પિત કર્યો હતો. આ બ્રીજનું નામ ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું છે. આ પુલનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બિયાસ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં કરવામાં આવ્યું હતું.