લૂંટેરી દુલ્હનઃ પાલનપુરના યુવકને લૂંટીને ફરાર થઈ ગયેલી સુરેખાની ધરપકડ - Looteri Dulhan
બનાસકાંઠા જિલ્લામાં અનેક લૂંટરી દુલ્હનો (Palanpur Looteri Dulhan )સામે આવી રહી છે. ખાસ કરીને લગ્ન કરવાના ઇરાદે યુવકોને સોશિયલ મીડિયા મારફતે ફસાવી પૈસા પડાવતી દુલ્હનો સામે (Looteri Dulhan arrested)આવી રહી છે. હવે પોલીસ ટીમ સક્રિય બની હોય તેમ એક બાદ એક ગુનાહિત ઘટનાઓને અંજામ આપતી ટોળકીઓને (Dacoity bride)ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવી રહી છે. નળાસર ખાતે રહેતો એક ભાવેશ ચૌહાણ નામનો લગ્ન વાંચ્છુક યુવક પાવાગઢ ખાતે રહેતા હૈદરઅલી કાજી અને શૈલેષ ઓડ ના સંપર્કમાં આવ્યો હતો આ બંને શખ્સો એ ભાવેશને મુળ મહારાષ્ટ્રની અને કાલોલ ખાતે રહેતી સુરેખા નામની છોકરી બતાવી હતી. બંને એકબીજાને ગમી જતા 1.60 લાખ રૂપિયામાં સુરેખા ના લગ્ન ભાવેશ સાથે કરાવી આપ્યા હતા. લગ્નના બાદ માત્ર દસ બાદ સુરેખાની માતા બીમાર હોવાનું કહી આ દલાલ સુરેખાને લઈ રઘુ ચક્કર થઈ ગયા હતા. આ ઘટના અંગે પાલનપુર તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી જીણવટભરી તપાસ શરૂ કરી હતી. બંને દલાલો સહિત આ ચાલબાજ ટોળકીને પંચમહાલ જિલ્લામાંથી ઝડપી પાડી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ટોળકીએ પાલનપુર સિવાય અમદાવાદ ,નરોડા અને શંખેશ્વર માં પણ છ યુવકોને શિકાર બાનવી આ રીતે લગ્ન કરાવી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST