ડભોઇ વિધાનસભા મત વિસ્તારમાં મતદારોની લાગી લાંબી કતાર - વડોદરા જિલ્લા કલેકટરે
આજે તારીખ 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના(Gujarat Assembly Election 2022) બીજા તબક્કાની બેઠકોનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે આજે તમામ મતદાન મથકો ઉપર દરમિયાન લાંબી કતાર જોવા મળી. મતદારો પોતાનો (Dabhoi Assembly seat) અધિકાર પૂર્ણ કરવા વહેલી સવારથી જ કતારમાં ઉભા રહી ગયા છે. અને મતદારોનો જોસ જુસ્સો વધુ જોવા મળ્યો. વડોદરા જિલ્લા કલેકટરે(Vadodara District Collector) લોકોને મતદાન કરવા અપીલ કરી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે. મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે કલેકટરે અનુરોધ કર્યો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ લોકોને મતદાન બુથ સુધી પહોંચવા માટે તકલીફ ના પડે તે માટે દરેક મતદાન મથક પર જિલ્લા વહીવટતંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ ચૂંટણી અધિકારીઓની પણ નજર રહેશે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST