ગુજરાત

gujarat

ETV Bharat / videos

અચાનક ગ્રામ્ય એરિયામાં રાત્રે દીપડો આવી જતા ફફડાટ, જુઓ વીડિયો - Movement of Leopard in Siddipet

By

Published : Jul 25, 2022, 7:24 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

સિદ્દીપેટ: તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લાના અક્કન્નપેટ મંડળમાં આવેલા એક વિસ્તારમાં દીપડાની હલનચલન (Movement of Leopard in Siddipet) જોવા મળી છે. જેને લઈને વન વિભાગ (Telangana Forest Dept.) સક્રિય થઈ ગયું છે. ધર્મરામ-કોંડારાજુપલ્લી ગામો વચ્ચે દીપડાઓ (Leopard in Village area) ફરતા હોવાથી સ્થાનિક લોકો ચિંતિત છે. વાહન ચાલકોએ રાત્રે દીપડાને જોયા અને દ્રશ્યો સેલ ફોનમાં કેદ કર્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયા બાદ વાયરલ થયો હતો. અક્કન્નાપેટના સબ ઈન્સ્પેક્ટરને આ બાબતે ખુલાસો પૂછવામાં આવ્યો, તેમણે કહ્યું કે ગ્રામજનોએ તેમને દીપડાઓની હિલચાલ વિશે જાણ કરી હતી. તેમણે કહ્યું કે તેઓએ વન વિભાગના અધિકારીઓને જાણ કરી છે અને તેઓ ટૂંક સમયમાં કાર્યવાહી કરશે. હાલમાં લોકોને તકેદારી રાખવા અને રાત્રે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details