ગણતરીની સેકન્ડમાં પત્તાના મહેલની જેમ ઢળી પડ્યો પહાડનો આ ભાગ - Landslide Accident in Uttrakhand
રુદ્રપ્રયાગઃ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં દરરોજ ભૂસ્ખલનની (Landslide Accident in Uttrakhand) ઘટનાઓ બની રહી છે. જિલ્લાના દૂરના વિસ્તાર પૂર્વ બાંગરના 12થી વધુ ગામોને જોડતા છનાગઢ-બક્સીર મોટરવે (National Highway Block Uttrakhand) પર શુક્રવારે ભયાનક ભૂસ્ખલન (Landslide At Rudraprayag) થયું હોવાની તસવીરો સામે આવી છે. પહાડ પરથી કાટમાળ અને અનેક વૃક્ષો એકસાથે રસ્તા પર પડી ગયા છે. ઘટનાને પગલે માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ (No Any Casualty) થઈ ન હતી. જોકે, ગણતરીની સેકન્ડમાં સમગ્ર વૃક્ષ અને પહાડનો કેટલોક ભાગ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. જોકે, આ રૂટ પરના રસ્તાઓ શરૂ થતા કલાકો લાગી ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST