Kutchh Bharat mata Temple: આદર્શ ગામ ભીમાસરમાં આવેલું ભારત માતાનું મંદિર, જ્યાં નમન કરવાથી જાગૃત થાય છે દેશપ્રેમની ભાવના
કચ્છ:કચ્છના ભીમાસર ગામના સહારા ગ્રામમાં 2005માં ભારતમાતા નમન સ્થળની સ્થાપના કરવામાં આવી છે. આ નમન સ્થલ 2.5 એકરમાં ફેલાયેલું છે. મંદિર 22×15 ફૂટમાં ઉભુ કરવામાં આવ્યું છે. નમન સ્થળની સાથે એક બગીચો પણ અહીં બનાવવામાં આવ્યો છે. ભારતમાતા નમન સ્થળમાં ભારતમાતાની 8 ફૂટની એક વિશાળ રથ પર મૂર્તિ છે જેમાં આગળ ગર્જના કરતા 4 સિંહોની મૂર્તિ પણ છે.ભારતમાતાની મૂર્તિની પાછળ દેશનું ગૌરવ એવું રાષ્ટ્રધ્વજ પણ છે. ભારતમાતાના આ રથને ગર્જના કરતા 4 સિંહો દ્વારા ખેંચી જવામાં આવી રહ્યું છે. વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપમાં ભીમાસર ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું, પરંતુ ત્યાર બાદ 2004માં સ્થાનિક રહેવાસીઓએ સાથે મળીને પંચાયતની કરની આવકમાંથી એક વૈભવી ગામ બનાવ્યું છે. ભૂકંપના સમયે અનેક NGO સહયોગ માટે તેમજ ગામને ફરી બેઠું કરવા આગળ આવ્યા હતા. આધુનિક સુવિધાઓની શરતોને આધીન સહારા ફાઉન્ડેશન ગ્રુપ સાથે એમઓયુ કરવામાં આવ્યા અને દરેક આધુનિક સુવિધાઓ હોય વિકસાવવામાં આવી.