Video: નલિયામાં આખલાએ યુવકને શીંગડે ભરાવી હવામાં ઉછાડ્યો, જુઓ વીડિયો - આખલાએ યુવકને શીંગડે ભરાવી હવામાં ઉછાડ્યો
Published : Oct 29, 2023, 7:30 PM IST
કચ્છ: જિલ્લામાં રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે. જિલ્લાના જુદાં જુદાં તાલુકાઓમાં અવારનવાર રખડતા ઢોર અને આખલા યુદ્ધની ઘટના બનતી રહે છે. ત્યારે આજે અબડાસાના તાલુકાના નલિયા ખાતે પણ રખડતા આખલાના આતંકથી એક યુવક માટે ઇજાગ્રસ્ત થયો હતો. આખલાએ એક યુવકને શીંગડે ભરાવી હવામાં ઉછાડ્યો હતો. યુવકને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે સવારે નલિયામાં 26 વર્ષીય ઇકબાલ આધમ યુરિયા નામનો યુવક ખાનગી હોસ્પિટલમાં કામ પતાવી બહાર નીકળ્યો હતો. તે જ સમયે પાછળથી આવેલા આખલાએ અચાનક યુવકને શિંગડા વડે હવામાં ઉછળ્યો હતો. ઘટનામાં માથામાં અને પીઠના ભાગે ગંભીર ઇજા પામેલા યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતો હતો. રખડતાં ઢોરોના આતંકથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે, ત્યારે તંત્ર દ્વારા આવા ઢોરોને પકડી પાડી પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે.