વરાછા વિધાનસભાની બેઠક ઉપરથી કુમાર કાનાણી વિજય થતા લોકોનો માન્યો આભાર - Kumar Kananis victory from Varachha assembly seat
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election Result 2022) પરિણામ આવી ગયું છે, ત્યારે સુરતની 12 વિધાનસભા બેઠક ઉપર ફરી ભગવો લેહરાયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુમાર કાનાણીનો વિજય (Kumar Kanani's victory from Varachha assembly seat) થયો છે. ખાસ કરીને સુરતની વરાછા અને કતારગામ વિધાનસભા બેઠક ઉપર સૌની નજર હતી. કારણકે, આ વિધાનસભા બેઠક ઉપર પાસ પૂર્વ નેતા અલ્પેશ કથેરિયા જેઓ આમ આદમી પાર્ટી ઉપર લડી રહ્યા હતા.આજે વરાછા બેઠક ઉપરથી ફરીથી એક વખત કુમાર કાનાણી વિજય થયા છે, ત્યારે તેઓ પોતાના મત વિસ્તારમાં લોકોના આશીર્વાદ (Kumar Kanani thanked the people for the victory) લેવા નીકળ્યા છે. વરાછા મીની બજાર ખાતે સરદાર ચોક ઉપર તેમણે સરદાર વલ્લભભાઈને હાર પહેરાવી આશીર્વાદ લીધા, તો બીજીબાજું લોકો અલ્પેશ કથરીયાની પણ રાહ જોઈ રહ્યા હતા પણ તેઓ આવ્યા નહીં. કારણ કે, ચૂંટણી પહેલા અલ્પેશ કથારીયાએ પોતાની જનસભામાં કહ્યું હતું કે, હું હારીશ કે જીતીશ કુમાર કાનાણી ને મારાં ખભે બેસાડી ફેરવીશ.જોકે આ બેઠક ઉપર આ વખતે ભારતીય જનતા પાર્ટીના વરાછા વિધાનસભાના ઉમેદવાર કુમાર કાનાણી 66785 મતથી વિજય થયાં છે. આમ આદમી પાર્ટીના વરાછા વિધાનસભાના (Varachha Assembly seat) ઉમેદવાર અલ્પેશ કથીરિયા 50031 મત મેળવી હાર મેળવી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર પ્રફુલ તોગડિયાને 2934 મત મેળવી હાર મેળવી છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST