ગુજરાત

gujarat

Etv Bharat

ETV Bharat / videos

Krishna Janmashtami 2023 : ભાલકા તીર્થ ખાતે કૃષ્ણ જન્મોત્સવની કરવામાં આવી ઉજવણી - કૃષ્ણ જન્મોત્સવ

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 1:28 PM IST

જૂનાગઢ :ભાલકા તીર્થ ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મધ્ય રાત્રે મંદિર પરિસરમાં કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે સમગ્ર દેશમાંથી આવેલા મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો. ભાલકાતીર્થ ક્ષેત્રના પૂજારીઓ દ્વારા પણ જન્મોત્સવને લઈને વિશેષ પૂજા દર્શન અને આરતીનું આયોજન પણ કરાયું હતું. ભાલકાતીર્થ ક્ષેત્રને કૃષ્ણની દેહોત્સર્ગ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જરા નામના પારધીના તીરનો શિકાર બન્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણએ અહીંથી પરલોક ગમન કર્યું હતું. જેને કારણે પણ ભાલકાતીર્થ ક્ષેત્રની ભૂમિ કૃષ્ણ જન્મોત્સવને લઈને વિશેષ મહત્વની માનવામાં આવે છે.

  1. Janmashtami 2023 : ગુજરાતની સૌથી ઉંચી બાંધેલી મટકી અહીં ફોડવામાં આવી, જેનું ઇનામ હોય છે લાખોમાં...
  2. Janmashtami 2023 : કૃષ્ણ જન્મોત્સવને લઈને જૂનાગઢમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

ABOUT THE AUTHOR

...view details