ગુજરાત

gujarat

ETV Bharat / videos

જાપાનમાં વડાપ્રધાન મોદીએ અમદાવાદને આ કારણે યાદ કર્યું, જુઓ વીડિયો - ક્વૉડ સમિટ 2022 જાપાન ટોક્યો

By

Published : May 23, 2022, 9:49 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi Japan Visit 2022) તારીખ 23 મે 2022ને સોમવારના રોજ ક્વૉડ નેતાઓની (QUAD summit Tokyo 2022) સમિટમાં હાજરી આપવા બે દિવસની જાપાન મુલાકાતે છે. આ તેમની છેલ્લા 8 વર્ષમાં જાપાનની પાંચમી મુલાકાત છે. ટોક્યોની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે અહીં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારત અને જાપાન કુદરતી ભાગીદારો છે. ભારતની વિકાસ યાત્રામાં જાપાને મહત્વની ભૂમિકા ભજવી છે. હિંસા, અરાજકતા, આતંકવાદ, જળવાયુ પરિવર્તન જેવા પડકારોથી માનવતાને બચાવવા માટે વિશ્વએ બુધ્ધ દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવાની જરૂર છે. આજે વિશ્વને ભગવાન બુધ્ધ દ્રારા બતાવેલ માર્ગ પર ચાલવાની જરૂર છે. ભારતનો જાપાન સાથેનો સંબંધ આધ્યાત્મિકતા, સહયોગ અને સંબંધનો છે.” વડાપ્રધાન મોદીએ (Summit of the Quad leaders) તેમની કર્મભૂમિ અમદાવાદને યાદ કરી અને 21મી સદીમાં ભારત અને જાપાનને વધુ નજીક લાવવા માટે અને ભારત-જાપાન સંબંધોના ઈતિહાસમાં તેની ભૂમિકા માટે અમદાવાદમાં AMAનાં જાપાનીઝ ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનો પ્રેમપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details