Kite Festival 2024: વાઇબ્રન્ટ ગુજરાત થકી લોકલ પતંગને મળ્યો ઉદ્યોગનો દરજ્જો - પતંગબાજી
By ANI
Published : Jan 4, 2024, 1:37 PM IST
અમદાવાદ:પતંગ અને પતંગબાજી એ ભારતમાં ખાસ કરીને લોકપ્રિય છે. ખાસ કરીને 14મી જાન્યુઆરીએ ઉજવાતો મકરસંક્રાંતિનો તહેવાર આ પતંગોને કારણે લોકોમાં ખાસ લોકપ્રિય છે. દિવસે દિવસે પતંગબાજીની વધતી જતી લોકપ્રિયતાની સૌથી વધુ સકારાત્મક અસર ગુજરાતમાં જોવા મળી રહી છે, જ્યાં પતંગ માટે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં યોજાતો કાઈટ ફેસ્ટિવલ ન માત્ર ભારત પરંતુ વિદેશોમાં પણ જાણીતો બન્યો છે. વાઈબ્રન્ટ ગુજરાતે પતંગબાજીને સ્થાનિકથી વૈશ્વિક સ્તરે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાઈબ્રન્ટ ગુજરાત દ્વારા અહીં આયોજિત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલે માત્ર વૈશ્વિક સ્તરે પતંગોને નથી પહોંચાડ્યા પરંતુ પતંગ બનાવતા કારીગરોને પણ મોટો ફાયદો કરાવ્યો છે. આ કારીગરો સારા પતંગો બનાવવામાં અદ્ભુત કૌશલ્ય ધરાવે છે.