Navratri 2023 : સુરતમાં કિન્નરો અને સ્થાનિકો સાથે મળીને ગરબા રમ્યા - Surat Navratri
Published : Oct 18, 2023, 8:55 AM IST
સુરત: નવરાત્રીના મહા પર્વ પર ઠેર ઠેર ગરબા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરત શહેરના ખટોદરા વિસ્તાર ખાતે આવેલા શાસ્ત્રીનગરમાં સ્થાનિકો દ્વારા ખાસ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ તરીકે કિન્નર સમાજના લોકોને બોલાવવામાં આવ્યા હતા. આશરે 100 થી પણ વધુ કિન્નરો શાસ્ત્રીનગરમાં ગરબા રમતા જોવા મળ્યા હતા. સ્થાનિકો તેમની સાથે ગરબા રમી રહ્યા હતા. એટલું જ નહીં અહીં ડીજે કે ગાયક નહીં પરંતુ પોતે કિન્નર સમાજના લોકો ગરબા ગાહી રહ્યા હતા. કિન્નર સમાજ પણ સમાજનો એક ભાગ છે એક સંદેશ આપવા અને તેમના આશીર્વાદ લેવા માટે નવરાત્રીના મહાપર્વ પર સ્થાનિકો દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા.