Navsari Ramakatha: નવસારીમાં યોજાયેલી રામકથામાં કિન્નર સમાજ ગરબે ઝૂમ્યો - સમગ્ર નવસારી શહેર રામમય
નવસારી: નવસારી ખાતે માનસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. બાપુની આ કથાનો લાભ લેવા માટે કિન્નર સમાજ પણ રામકથા સાંભળવા માટે હાજર રહ્યો હતો. વ્યાસપીઠ પરથી ભજનના સુર રેલાતા કિન્નર સમાજ પણ રામમય બની નાચી ઉઠ્યો હતો. જેમાં 15,000 જેટલા શ્રોતાઓ બેસી શકે તેવા કેપિસીટીવાળા આધુનિક ડોમ બનાવવામાં આવ્યા છે. 1,000 થી વધુ સ્વયંસેવકો આ કથામાં પોતાની સેવા કરી રહ્યા છે. રામકથા સાંભળવા આવનાર દરેક વ્યક્તિ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રામકથા સાંભળવા માટે દૂર દૂરથી લોકો આ કથાનું રસપાન કરવા માટે આવી રહ્યા છે. સમગ્ર નવસારી શહેર રામમય બન્યું છે. દરરોજ મોરારીબાપુ જુદા જુદા રામકથાના પ્રસંગ સાથે હાલની સ્થિતિ સાથે ચોક્કસ ઉદાહરણનું રસપાન કરાવી રહ્યા છે.