ગુજરાત

gujarat

ETV Bharat / videos

નરેશ પટેલે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને નિર્ણય લીધો: લલિત વસોયા - ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન

By

Published : Jun 16, 2022, 6:11 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે (Naresh Patel)રાજકારણમાં જોડાવા અંગેનો નિર્ણય મોકૂફ રાખ્યો હોવાનું સામે આવ્યું છે. આ બાબતે ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ (Gujarat Congress)પક્ષના ધારાસભ્ય લલિત વસોયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજકારણમાં કયા (Naresh Patel not get involved in politics)પક્ષમાં જોડાય છે તેને લઈને રાજકીય ચર્ચાઓ તેમજ સામાજિક ચર્ચાઓએ ભારે જોર પકડયું હતું. આ બાબતે નરેશ પટેલે પોતાના રાજકીય બાબતની મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતાં સમગ્ર બાબતે નરેશ પટેલે જણાવ્યું હતું કે તેઓએ હાલ રાજકારણમાં જોડાવાનું મોકૂફ રાખ્યું હતું. આ બાબતે ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિત વસોયાએ પોતાની પ્રતિક્રિયા જણાવી હતી. ધોરાજી ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ નરેશ પટેલના નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે નરેશ પટેલે દરેક સમાજના આગેવાનો સાથે ચર્ચાઓ કરી અને નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details