ગુજરાત

gujarat

Kheda Viral Video : ખેડામાં છાકટા બનેલા આરોગ્ય કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો

ETV Bharat / videos

Kheda Viral Video : ખેડામાં છાકટા બનેલા આરોગ્ય કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો - હેલ્થ વર્કર

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 5:52 PM IST

ખેડા :ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સોડપુર પીએચસી સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ ચાલુ નોકરીએ અશોભનીય વર્તન કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. વીડિયોમાં જોવા મળી રહેલા સરકારી આરોગ્ય કર્મચારીઓ છાકટા બની મસ્તી કરતા તેમજ અશોભનીય વર્તન કરતા હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. સાથે જ એકબીજા સાથે અશ્લીલ વાતો કરતા હોવાનું પણ વિડીયોમાં સાંભળવા મળી રહ્યું છે. ઈટીવી ભારત વિડીયોની પુષ્ટિ કરતું નથી. જાણવા મળ્યા મુજબ આ તમામ નડિયાદ તાલુકાના વિવિધ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા વર્ગ ત્રણના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતા કર્મચારીઓ છે. ઘટનાને લઇ વિડીયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બાબતે વાત કરતા નડિયાદ તાલુકા આરોગ્ય અધિકારી ડો.વિપુલ અમીને જણાવ્યુ હતું કે વિડીયો મામલે મેડીકલ ઓફિસર ડો. ઠાકરને તપાસ સોંપવામાં આવી છે.જેમાં તપાસ બાદ આગળ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  1. Navsari Crime: દારુના નશામાં NRI યુવકે અકસ્માત સર્જ્યો, 5થી વધુ વાહનોને નુકસાન પહોંચાડતા પોલીસે કરી ધરપકડ
  2. Surendranagar Crime : ધ્રાંગધ્રામાં પીએસઆઈ દારુના નશામાં ધૂત પકડાયાં, પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
  3. Bihar News : યુવાને કોબ્રાને મોઢામાં મુક્યો, ગળામાં લટકાવ્યો... રમત-રમતમાં ગુમાવ્યો જીવ

ABOUT THE AUTHOR

...view details