યુવકને ચપ્પુ મારી ફરાર થયેલા શખ્સોને પોલિસે દબોચ્યા - Youth killed in Surat
સુરત કામરેજ તાલુકાના મોરથાણા નજીક યુવકને ચપ્પુ મારી ફરાર થઈ ગયેલા શખ્સોને કામરેજ પોલીસે (Kamrej police) ઝડપી લીધા છે. મોરથાના ગામમાં થોડા દિવસ અગાઉ પરબ ગામનો યુવક પરિવાર સાથે કાર લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અન્ય કારમાં સવાર 4 શખ્સો સાથે ઓવરટેક મામલે રકઝક થઈ હતી. તે દરમિયાન બંને પક્ષને સમજાવવા વચ્ચે પડેલા સ્થાનિક યુવકને કારમાં સવાર ચાર શખ્સોએ ઢોર માર માર્યો (Surat Crime News) અને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં ગ્રામજનોએ એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે ત્રણ શખ્સો કાર લઈને ફરાર થઈ ગયા હતા. યુવકને ગંભીર (Youth killed in Surat) ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કામરેજ પોલીસે એકની અટકાયત કરી અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. હાલ કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના ગુનામાં વપરાયેલ ચપ્પુ અને કાર સાથે ત્રણેય શખ્સોને ઝડપી લીધા અને તેઓને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (murder case in Surat)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST