ગુજરાત

gujarat

ETV Bharat / videos

કમલમ કાર્યાલય ભાજપ ઉજવી રહ્યું છે વિજય ઉત્સવ - ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022

By

Published : Dec 9, 2022, 7:29 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામોએ(Gujarat Assembly Election 2022) સૌને ચોંકાવી દીધા છે. ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સ્પષ્ટ બહુમતની સરકાર બની રહી છે. ભાજપે તમામ રેકોર્ડબ્રેક(Record breaking vote ) કરીને 157 સીટ પર આગળ છે. કોંગ્રેસ 16, આપ-5 અને અન્ય-4 આગળ છે. ગુજરાતમાં ઉત્તરથી(Ahmedabad assembly seat) માંડી દક્ષિણ અને મધ્યથી માંડી સૌરાષ્ટ્ર-કચ્છમાં ચારેય બાજુ ભગવો લહેરાઇ રહ્યો છે. ભાજપે તમામ જૂના રેકોર્ડ તોડી 150 પ્લસ સીટો પર ભવ્ય જીત નોંધાવશે તેવું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જીતની ઉજવણી ગાંધીનગર કમલમમાં શરૂ થઈ ગઈ છે. જ્યારે આજે સાંજે મોદી પણ દિલ્હી કાર્યાલયમાં આ જીત વધાવવા માટે આવશે. કાર્યકરોને સંબોધન કરવાના છે. કોંગ્રેસના તો જાણે ગુજરાતમાંથી સૂપડા સાફ થઇ ગયા છે. અચંબા ભરી વાત એ છે કે ગુજરાતમાં સૌપ્રથમ વખત સમાજવાદી પાર્ટીનું ખાતું ખૂલ્યું.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details