શ્રાવણી અમાસે મહેસાણાના જષ્મલનાથ મહાદેવ મંદિરે 1008 કમળ પૂજા કરાઈ, જૂઓ વિડીયો
મહેસાણા જિલ્લામાં આવેલ 800 વર્ષ જૂના પૌરાણિક સોલંકીકાલીન જષ્મલનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ 2022 ની અમાસ નિમિત્તે વિશેષ કમળ પૂજાનું આયોજન કરાયું હતું. શ્રાવણ અમાસ પૂજાનું ધાર્મિક મહત્વ છે ત્યારે શિવાલયના સ્ફટિકમય શિવલિંગ પર જળ અને દૂધ અભિષેક કરી તિલક પૂજન કરી 1008 કમળ શિવલિંગ પર અર્પણ કરી કમળ પૂજા કરવામાં આવી છે. કમળ પૂજાના વિશેષ આયોજન અને અમાસની ઉજવણી પ્રસંગે દૂરદૂરથી શિવભક્તો જષ્મલનાથ મહાદેવના દર્શને આવી આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શન કરી ધન્યતા અનુભવતાં હતાં. અહીં આયોજકો દ્વારા ભક્તોને ભોજન પ્રસાદ માટે ખાસ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આમ અમાસની ઉજવણી કરતા શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. Jashmalnath Mahadev Mandir Mehsana , Religious Significance of Shravan Amas Puja , Shravan 2022
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST