Junior Clerk Exam: ભુજમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા થઈ પૂર્ણ
કચ્છઃ આજે રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક વહીવટી/હિસાબની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છના 3 તાલુકાના 67 પરીક્ષા કેન્દ્ર પર 21,150 ઉમેદવાર આ પરીક્ષા માટે નોંધાયા હતા. હાલમાં આ પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે, ત્યારે ETV ભારતે ભુજમાં પરીક્ષા આપવા આવેલા લોકો સાથે વાતચીત કરી હતી કે, પેપર કેવું ગયું અને કેવી તૈયારીઓ હતી. ઉમેદવારોએ જણાવ્યું હતું કે, પેપર આમ તો અઘરું અને લાંબુ હતું અને સમય પણ ખૂટ્યો હતો. જ્યારે અમુક ઉમેદવારો જે તૈયારી કરીને આવ્યા હતા તેમના માટે પેપર સહેલું હતું પણ જોડકાણામાં સમય ગયો હતો. તંત્ર દ્વારા બસની અને પરીક્ષા કેન્દ્રો પર પણ ખૂબ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી અને આ વખતે કોઈ ગેરરીતિ જેવું હતું નહી.