Junagadh Rain Update : જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયા પંથકમાં ધોધમાર વરસાદ - વરસાદ
જૂનાગઢ :જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયા પંથકમાં ગત 24 કલાક દરમિયાન ધોધમાર 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેને કારણે માંગરોળ અને માળિયા પંથકના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વરસાદી પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. જે રીતે સતત વરસાદ પડી રહ્યો છે તેને કારણે બંને તાલુકાના લોકોનું જનજીવન પણ પ્રભાવિત બની ગયું છે. માળિયા અને માંગરોળ શહેરી વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતો જોવા મળી રહ્યો છે. માંગરોળના બંદર જાપા ટાવર ચોક સહિત મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ માળિયા શહેરમાં પણ વરસાદી પાણી ભરાતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં સ્થાનિક નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે પણ વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. જેને કારણે અનેક ગામડાઓમાં પાણી જોવા મળી રહ્યા છે.
- Gir Somnath Rain : સુત્રાપાડામાં 14 ઇંચ વરસાદ, કેશોદમાં બાળકોને સુરક્ષિત કાંઠે લાવવા લોકોએ માનવ સાંકળ રચી
- India Monsoon Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે મેઘરાજાની જમાવટ, જાણો ક્યાં પડશે વરસાદ
- Gir Somanth Rain: સુત્રાપાડામાં આભ ફાટ્યું, 24 કલાકમાં 20 ઇંચ કરતાં વધુ વરસાદ, હીરણ ડેમ-2ના તમામ દરવાજા ખોલાયા