Junagadh News: જૂનાગઢ પોલીસે 444 પેટી દારૂના ટ્રક સહિત બે આરોપીને ઝડપી પાડ્યા - undefined
જૂનાગઢ:શહેરના દોલતપરા વિસ્તારમાંથી શંકાસ્પદ ટ્રકની તપાસ કરતાં જૂનાગઢ પોલીસે 444 પેટી પર દારૂ ઝડપી પાડ્યો હતો. જેની બજાર કિંમત 21 લાખ કરતાં વધુની છે. જુનાગઢ એ ડિવિઝન પોલીસે મળેલી પૂર્વ બાતમીને આધારે દોલતપરા નજીક તપાસ કરતા શંકાસ્પદ મહારાષ્ટ્ર પાર્સિંગના ટ્રકમાંથી 444 પેટી વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. ટ્રકમાં લાકડાના ગઠ્ઠાઓની આડમાં દારૂ છુપાવીને લઈ જવાતો હતો. ટ્રકમાં રહેલા બે વ્યક્તિની પણ પોલીસે અટકાયત કરી છે તેની પૂછપરછ ચાલુ છે. જુનાગઢ શહેરમાં દારૂ કોણે મંગાવ્યો છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
TAGGED:
Junagadh crime liquor police