ગુજરાત

gujarat

Junagadh Monsoon

ETV Bharat / videos

Junagadh Monsoon: જળબંબાકાર સમરડામાં ફસાયેલા વૃદ્ધને કર્યા ખાટલામાં ઘરે પહોંચાડ્યા - સોરઠ પંથક

By

Published : Jul 22, 2023, 1:04 PM IST

જુનાગઢ:છેલ્લા એક અઠવાડિયાથી જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે. ઘેડ વિસ્તાર પૂરના પાણીથી સતત ઘેરાયેલો છે. આવા સમયે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સમગ્ર પંથકમાં જળબંબાકાર પરિસ્થિતિમાં જાહેર જીવનને પણ માઠી અસર પહોંચી છે. ત્યારે આવો જ એક કિસ્સો સમરડા ગામમાં બન્યો હતો. જ્યાં ગામમાં ફસાયેલા એક વૃદ્ધને ગામના કેટલાક યુવાનોએ ખાટલામાં બેસાડી પૂરના પાણી વચ્ચેથી તેઓના ઘર સુધી પહોંચાડ્યા હતા. 

સમરડામાં ફસાયા : બોડદર ગામના એક વૃદ્ધને નાદુરસ્ત તબિયતને કારણે જુનાગઢ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ગામના કેટલાક લોકોને પૂરના પાણીની વચ્ચેથી વૃદ્ધને તબીબી સવલતો માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બોડદર ગામના વૃદ્ધ હોસ્પિટલમાંથી સ્વસ્થ થયા પરંતુ હજુ પણ આ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ હતી. ભારે વરસાદના પગલે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર પરિસ્થિતિ હતી. ત્યારે આ વૃદ્ધનું પાછા તેમના ગામ પહોંચવું ભારે મુશ્કેલ લાગી રહ્યું હતું.

ખાટલામાં બેસાડી રેસ્ક્યુ :વૃદ્ધ પાછલા એક અઠવાડિયાથી જુનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ત્યારે પરત ફરતા પૂરનું પાણી ઘેડ વિસ્તારમાં ફરી વળતા તે તેમના સંબંધીને ત્યાં સમરડા ગામમાં રોકાયા હતા. પરંતુ પુરનું પાણી પાછલા પાંચ દિવસથી જેમનું તેમ રહેતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે અંતે ગામના યુવાનોએ વૃદ્ધને ખાટલામાં બેસાડીને તેના ઘર બોડદર ગામમાં પહોંચાડ્યા હતા.

વરસાદની આગાહી : સોરઠ પંથકમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ૨૦૦ ટકા વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વર્ષે ચોમાસાના પ્રથમ મહિના દરમિયાન જ 100 ટકા વરસાદ પડી ચૂક્યો છે. હજુ ચોમાસાને બે મહિના કરતાં વધુનો સમય બાકી છે. આવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રનો સોરઠ પંથકમાં 200 ટકા વરસાદ સુધી પહોંચી જાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

તંત્રની કામગીરી :CM ભુપેન્દ્ર પટેલ ગતરોજ જૂનાગઢના પ્રવાસે હતા. ત્યારે તેમણે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ ત્રણ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તાકીદે સર્વે કરવાની સૂચના આપી હતી. જેમાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

  1. Junagadh News: મુખ્યપ્રધાને જૂનાગઢ ખાતે યોજી પુર અસરગ્રસ્ત વિસ્તારોની રીવ્યુ બેઠક
  2. Junagadh News : ઇન્દોરના નરેન્દ્રનાથની અનોખી સાયકલ યાત્રા, નર્મદા પરિક્રમાથી શરૂ કરી ગુજરાતના ધર્મક્ષેત્રોના દર્શન કરી પરત જશે

ABOUT THE AUTHOR

...view details