Junagadh News: જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક તેમજ સાવજ દૂધ ઉત્પાદક સંઘની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા મળી, સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિ - ખેડૂતો અને પશુપાલકની આવકમાં વધારો
જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક તેમજ સાવજ દૂધ ઉત્પાદક સંઘની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પટીલની વિશેષ ઉપસ્થિતિ હતી. મોટી સંખ્યામાં સભાસદો, હોદ્દેદારો, ડાયરેકટર્સ, પુશપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.આ સભામાં પાટીલ દ્વારા સહકારી વહીવટ અંગે અપીલ અને ટકોર પણ કરવામાં આવી હતી.
નફો જાહેર કરાયોઃ સંયુક્ત વાર્ષિક સાધારણ સભામાં જાહેર કરવામાં આવ્યું કે જિલ્લા સહકારી બેન્કે 19 કરોડ અને સાવજ દૂધ ઉત્પાદક સંઘને 3.41 કરોડ નફો કર્યો છે. આ નફાનો ઉપયોગ પશુપાલકો અને ખેડૂતોના હિતમાં કરવામાં આવી રહ્યો છે. તેમજ ખેડૂલલક્ષી યોજનાના લાભો અસરકારક રીતે ખેડૂતો સુધી પહોંચી રહ્યા હોવાની માહિતી અપાઈ હતી.
સહકારી ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહકાર ક્ષેત્રે ચૂંટણી લડ્યા બાદ જે રીતે સારો વહીવટ આપી રહ્યા છે. જેનાથી ભાજપ પ્રત્યે એક વિશ્વસનીયતા ઊભી થઈ છે.આ વિશ્વસનીયતાને પરિણામે ખેડૂતો અને દૂધ ઉત્પાદકોની આવકમાં વૃદ્ધિ પણ થતી જોવા મળી રહી છે...સી.આર. પાટીલ(પ્રમુખ, ગુજરાત પ્રદેશ ભાજપ)
સાવજ દૂધ ઉત્પાદક સંઘની કામગીરીઃ સંઘ દ્વારા પશુપાલકોને પશુપાલન ક્ષેત્રે ઉપયોગી થઈ શકાય તેમજ દૂધ સહિત અન્ય ડેરી પ્રોડક્ટ્સના યોગ્ય બજાર ભાવ મળી રહે તેવું આયોજન સતત કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે પશુપાલકો આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યા છે.